સુરત મા પોઝિટિવ કેસનો આંક 15,129 પર પહોંચ્યો, મૃત્યુઆંક 655 અને કુલ 11,107દર્દી રિકવર થયા

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 306 દર્દીઓ ગંભીર

શહેરની સાથે જિલ્લામાં પણ કેસમાં વધારો થયો, આંક 2969

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 15,135 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 657 થયો છે. ગત રોજ શહેર અને ‌જિલ્લાના મળી કુલ  420 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર ‌જિલ્લાના કુલ 11,101 દર્દીઓને રજા આપવામાં આવી છે.

શહેર જિલ્લામાં કુલ 22 દર્દી વેન્ટિલેટર પર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 657 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 272 કોરોનાના દર્દી પૈકી 205 ગંભીર છે. 15 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 166 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેરમાં સારવાર લેતા 140 પૈકી 99 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 32 બાઈપેપ અને 61 ઓક્સિજન પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this:
Close Bitnami banner
Bitnami