દેશમાં કોરોનાનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 61 હજાર કરતા વધુ નવા કેસ

દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20 લાખ કરતા પણ વધી ગઈ છે અને તેમાંથી 41,585 લોકો મૃત્યુ પામ્યા

દેશમાં કોરોના સંક્રમણના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,000 કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અપડેટ પ્રમાણે હવે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20 લાખ કરતા પણ વધી ગઈ છે અને તેમાંથી 41,585 લોકો મૃત્યુ પામ્યા છે.

અત્યાર  સુધીમાં 2 કરોડ 27 લાખ કરતા પણ વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે. ગઈકાલે એટલે કે ગુરૂવારે 6,39,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ

એક રીતે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ કરતા વધારે છે પરંતુ તેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રના છે. માત્ર મહારાષ્ટ્રમાં જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,46,000 કરતા વધારે છે. તે સિવાય આંધ્ર પ્રદેશમાં 82 હજાર કરતા વધારે, કર્ણાટકમાં 75 હજાર કરતા વધારે, તમિલનાડુમાં 53 હજાર કરતા વધારે અને ઉત્તર પ્રદેશમાં 43 હજાર કરતા વધારે એક્ટિવ કેસ છે.

આ રાજ્યોમાં સૌથી વધારે મૃત્યુ

કોરોનાથી થતા મૃત્યુ મામલે પણ મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા 16,476 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં 4461, દિલ્હીમાં 4044, કર્ણાટકમાં 2804 અને ગુજરાતમાં 2556 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. તે સિવાય ઉત્તર પ્રદેશમાં 1857, પશ્ચિમ બંગાળમાં 1846, આંધ્ર પ્રદેશમાં 1681 અને મધ્ય પ્રદેશમાં 929 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this:
Close Bitnami banner
Bitnami