ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર યઝુવેન્દ્ર ચહલે આ યુવતી સાથે કરી લીધી સગાઈ…
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બોલર યઝુવેન્દ્ર ચહલે શનિવારે ધનશ્રી વર્મા સાથે રાતો રાત સગાઇ કરી ને બધા ફેન્સ ને ચોકાવી દીધાં, યઝુવેન્દ્રએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી આ જાણકારી પોતાના કરોડો ફેન્સને આપી. અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સે શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું. જો કે ઘણા ફેન્સ એવા પણ હતા જેઓએ એવો સવાલ કરી રહ્યાં છે કે ધનશ્રી વર્મા કોણ છે?
ધનશ્રી વર્મા એ પોતે ડોક્ટર, કોરિયોગ્રાફર અને એક યુટ્યુબર છે. ટુંકમાં કહીએ તો તે એક ડોક્ટર છે જે સોશિયલ મીડિયા સેલિબ્રિટી પણ છે.
ધનશ્રીનો તેના જ નામથી એક યુટ્યુબ એકાઉન્ટ છે જેના પર તે ડાંસ શીખવાડે છે. તેમના યુટ્યુબ ચેનલ પર 15 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેઓએ અનેક મ્યુઝિક વીડિયોઝમાં પણ કામ કર્યું છે.