અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થઈ ગયું પરંતુ નિર્માણ થોડા દિવસો સુધી શરૂ થવાની શકયતા નથી…..

  • મંદિરનો નકશો અયોધ્યા વિકાસ ઓથોરિટી પાસ કરશે, તેમાં દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ આવશે

ભૂમિપૂજન પછી હવે કામ ક્યારથી શરૂ થશે ?

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા મુજબ હવે મંદિરનો નકશો અયોધ્યા વિકાસ ઓથોરિટીની પાસે જશે. તેમાં દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. પછીથી નિર્માણનું કામ શરૂ થશે. મંદિરનું આર્કિટેક્ટ કામ જોઈ રહેલા નિખિલ સોમપુરાના જણાવ્યા મુજબ, કન્સ્ટ્રક્શન કંપની L&Tએ માટીનું ટેસ્ટિંગ કર્યું છે. તેનું રિઝલ્ટ આવ્યા પછી નક્કી કરવામાં આવશે કે પાયો કેટલો ઉંડો કરવામાં આવશે અને ક્યારથી કામ શરૂ થશે.

કન્સ્ટ્રક્શન મટિરીયલ ક્યાંથી આવી રહ્યું છે અને ક્યાં સુધીમાં આવી જશે ?

કન્સ્ટ્રક્શન માટે જે કોતરવામાં આવેલા પથ્થરો છે તેનો ઉપયોગ કરવામાં આવશે. બાકી સિમેન્ટ વગેરે સામાન ક્યાંથી લાવવો તે L&Tએ નક્કી કરવાનું છે. હવે L&T મેનપાવરનું કામ પણ અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને આપશે. પછીથી કામ શરૂ થશે.

વિહિપે જે પથ્થરો કોતરી રાખ્યા છે, તેનો ઉપયોગ કઈ રીતે થશે ?

કાર્યશાળા ઈનચાર્જ અન્નૂ સોમપુરાના જણાવ્યા મુજબ, જે પથ્થર કાર્યશાળામાં રાખવામાં આવ્યા છે, તેનાથી મંદિરના પ્રથમ ફલોરનું 65 ટકા સ્ટ્રકચર ઉભું થશે. મોટાભાગના પિલરના પથ્થરો કોતરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this:
Close Bitnami banner
Bitnami